પુત્રવધૂને ત્રાસ આપ્યાના ગુનામાં પતિ સહિતના સાસરીયાના સભ્યો નિર્દોષ

25 November 2022 05:36 PM
Rajkot
  • પુત્રવધૂને ત્રાસ આપ્યાના ગુનામાં પતિ સહિતના સાસરીયાના સભ્યો નિર્દોષ

રાજકોટ, તા.25
પુત્રવધૂને શારીરિક માનસિક ત્રાસ આપ્યાના ગુનામાં પતિ સહિતના સાસરીયાના સભ્યોનો નિર્દોષ છુટકારો થયો છે. શહેરના ખોડીયાર પાર્કમાં રહેતા મીનાબેને તેમના પતિ મનોજભાઈ સોલંકી, સસરા રમણીકભાઈ, સાસુ વિજયાબેન, જેઠ જીતેન્દ્રભાઈ અને જેઠાણી પુજાબેન સામે સાસરીયા ત્રાસ આપતા હોય દહેજ માંગતા હોય તેની પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે પાંચેય આરોપીઓની અટક કરી કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.

જે કેસ ચાલવા ઉપર આવતા આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ ટાંકેલા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા ધ્યાને લઇ આરોપીઓને ફોજદારી કાર્યવાહીમાંથી મુક્ત કરી નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં આરોપીઓના બચાવપક્ષે એડવોકેટ કે.ડી.ચૌહાણ રોકાયેલા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement