શિવરાજગઢની પરિણીતાને પિયરમાં પુત્રી સહીત કાઢી મુકતા તેણીએ કરી ઘરેલું હિંસાની ફરિયાદ

25 November 2022 05:37 PM
Rajkot
  • શિવરાજગઢની પરિણીતાને પિયરમાં પુત્રી સહીત કાઢી મુકતા તેણીએ કરી ઘરેલું હિંસાની ફરિયાદ

રાજકોટ,તા.25
અરજદાર પીડીત સ્ત્રી પુજાબેન મહેશભાઈ રાઠોડનું પિયર રાજકોટનું રૈયાગામ છે.જેમણે 2017માં શિવરાજગઢ મુકામે રહેતા જયંતીલાલ ઉર્ફે જયેશ હમીરભાઈ સરવૈયા સાથે લગ્ન કરીને કોડભર્યુ લગ્નજીવન વિતાવવાના સપના સેવેલા પરંતુ સાસરીયામાં તેના પતિ, સાસુ, જેઠ, જેઠાણી, નણંદ અને મામાજી સસરાના સતત ત્રાસ અને હેરાનગતિથી તેઓનું જીવન દુષ્કર બની ગયેલ હતું. છતાં પોતાના મા-બાપની આબરૂ અને એકદિવસ સૌ સારાવાના થશે તેવી ઉજળી આશાએ તેમણે બધો ત્રાસ મુંગે મોઢે સહન કરેલ હતો. પરંતુ જયારે 2019માં તેમને સંતાનમાં દિકરી અવતરી ત્યારે તેના સાસરી પક્ષના લોકોએ તેને હડધુત અને અપમાનીત કરીને કહ્યું કે તારે ખોળે દિકરીએ જન્મ લીધો છે તો તું તેને ઉકરડામાં નાખી આવ.આવું તિરસ્કૃત વર્તન અને અપમાન સહન કરવા છતાં 2020 માં તેઓને પહેરેલ કપડે મા-દિકરીને સાસરામાંથી હાંકી કાઢી તેમના કપડા-લતા, દરદાગીના, સ્ત્રીધન અને અન્ય તમામ કરીયાવરની વસ્તુઓ સાસરા પક્ષના લોકોએ હડપ કરી લીધેલ હતી. જેથી મહિલાએ રાજકોટ કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ તેમના પતિ સાસુ, જેઠ-જેઠાણી, નણંદ અને મામાજી સસરા વિરૂદ્ધ કેસ દાખલ કરાવેલ.સદરહું કેસમાં અરજદારો વતી એડવોકેટ શ્રી વિપુલ આર.સોંદરવા તથા સોનલ એમ.સોંદરવા રોકાયેલા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement