કરાર પાલનના દાવામાં વાદીએ કરેલી વચગાળાની મનાઈ હુકમની અરજી રદ

25 November 2022 05:40 PM
Rajkot
  • કરાર પાલનના દાવામાં વાદીએ કરેલી વચગાળાની મનાઈ હુકમની અરજી રદ

કિંમતી જમીનનો રજીસ્ટર સાટાખત કર્યા બાદ દસ્તાવેજ ન કરી આપતા મનાઈ હુકમ માટે અરજી થયેલી

રાજકોટ, તા.25
રજીસ્ટર્ડ કરારના પાલનના દાવામાં વાદીએ કરેલ વચગાળાની મનાઈ હુકમની અ2જી જામજોધપુર કોર્ટએ રદ કરી છે. કેસની વિગત મુજબ ગિરિશભાઈ મેરૂભાઈ પીપ2ોત2 નામના વાદીએ 2મેશભાઈ ક2શનભાઈ રામોલીયા નામના પ્રતિવાદી જામજોધપુરની પ્રિન્સીપાલ સિનિય 2 સિવિલ જજની કોર્ટમાં રજી. સાટાખત - કરાર અંગે તેનું પાલન કરાવવા માટે દાવો દાખલ કર્યો હતો. આ દાવા દરમ્યાન વચગાળાની મનાઈ હુકમની અ2જી વાદીએ પ્રતિવાદી વિરૂદ્ધ ગુજારેલ હતી.

જેમાં જામજોધપુ2ના સમાણા ગામે આવેલ ખેતીની જમીન જે પ્રતિવાદીની માલીકીની છે. તે વેંચાણ લેવા વાદીએ રૂ.4 લાખમાં કરાર કર્યો હતો અને તેમાંથી રૂ.3 લાખ પ્રતિવાદીને ચુકવેલ તેનું રજીસ્ટર સાટખત કરાવેલ. જેના પાલન માટે પ્રતિવાદીને નોટીસ ઈશ્યુ કરેલ અને ત્યાર બાદ વાદી દ્વારા દાવો ક2વામાં આવ્યો હતો.

જેની સામે વાંધો લેતા પ્રતિવાદીએ જણાવેલ કે, મિલકત સંબંધે વેંચાણ કરવા કરાર કરેલ નથી પરંતુ એક સમજુતીના ભાગરૂપે કરાર થયો છે. હકીકતમાં પ્રતિવાદીના ભાઈ મહેશભાઈને નાણાંની જરૂરિયાત હોવાથી સુરત મુકામે તેમના મિત્ર ગીરીશભાઈ મેરૂભાઈ સગરને જણાવતા તેઓએ ભરતભાઈ ખીમજીભાઈ વસરાનો સંપર્ક કરાવેલ અને તેમની પાસેથી ઉછીના રૂપિયા લઈ આ સાટખત કરી રૂપિયા પરત કર્યે સાટાખત રદ કરવા સમજૂતી થયેલી. જેની રકમ પણ પરત કરાઈ છે.

વાદીનો પ્રથમ દર્શનિય કેસ નથી. જે દલીલો ધ્યાને લઈ વાદીની વચગાળાની મનાઈ હુકમની અરજી કોર્ટે રદ કરતો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં પ્રતિવાદી વતી યુવા ધા2ાશાસ્ત્રી એસ. એ. પોપટાણી, રવિ બી. ધ્રુવ રોકાયેલા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement