‘રાહા’થી ‘આદિયા’ સેલિબ્રિટી કપલોના બાળકોના અનોખા નામો, અનેરા અર્થો!

25 November 2022 05:41 PM
Entertainment India
  • ‘રાહા’થી ‘આદિયા’ સેલિબ્રિટી કપલોના બાળકોના અનોખા નામો, અનેરા અર્થો!

આલિયાએ પોતાની બાળકી ‘રાહા’ના અનેક ભાષાના અર્થ શેર કર્યા: દિશા-આનંદ પરિમલની પુત્રી આદિયાનો અર્થ થાય છે-પ્રારંભ, પહેલી શકિત

મુંબઈ: બોલિવુડ તેમજ વિવિધ ક્ષેત્રના સેલિબ્રિટીઓએ તાજેતરમાં જન્મેલા તેમના બાળકોને અનોખા અને ખૂબ જ અર્થસભર નામ આપ્યા છે. આલિયા-રણવીર કપુર, બિપાશા બસુ-કરણ ગ્રોવર, આનંદ પરિમલ-દિશા અંબાણીએ પોતાના તાજેતરમાં જન્મેલા બાળકોને એવા અનોખા નામ આપ્યા છે, જેનો કશોક અર્થ થતો હોય.

રાહા કપૂર: રાહા રણબીર કપૂર અને આલિયાની દીકરીનું નામ છે. આ નામ તેની દાદીએ આપ્યું છે. આલિયાએ જુદી જુદી ભાષામાં રાહાનો અર્થ ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે. સ્વાહિલીમાં તેનો અર્થ થાય છે આનંદ, સંસ્કૃતમાં કુળ, બંગાળીમાં આરામ, અરબીમાં શાંતિ એવો અર્થ થાય છે.
From 'Raha' to 'Aadiya', here are the meanings of celebrity baby names
આદિયા પિરામલ: દેશના ધનવાન કપલ આનંદ પિરામલ અને ઈશા અંબાણીએ તેના ટ્વીન બાળકોમાં દીકરીનું આદિયા અને દીકરાનું ક્રિષ્ના નામ રાખ્યું છે આદિયાનો અર્થ પ્રારંભ કે પ્રથમ શકિત અર્થ થાય છે. આ ભગવાન શિવનું પણ નામ છે.
Isha Ambani-Anand Piramal Now Parents To Twins
વાયુ કપૂર આહુજા: આ નામ બોલિવુડ એકટ્રેસ સોનમ કપૂર અને બિઝનેસમેન આનંદ આહુજાના બાળકનું નામ છે. સંસ્કૃત નામ વાયુનો અર્થ પવન થાય છે. હિન્દુ પુરાણો મુજબ વાયુ પવનદેવ છે.
Maheep Kapoor offers a glimpse of Sonam Kapoor and Anand Ahuja's son Vayu's  room - see pic | Hindi Movie News - Times of India
દેવી:આ નામ બોલિવુડ એકટ્રેસ બિપાશા બસુ અને એકટર કરણ ગ્રોવરની બાળકીનું નામ છે. બિપાશા અને કરણે ઈન્સ્ટાગ્રામમાં લખ્યું હતું કે અમારો પ્રેમ અને માની કૃપાના આશીર્વાદ છે. અમારી બાળકી દિવ્ય છે તેનું નામ દેવી છે. દેવીનો સંસ્કૃતમાં અર્થ થાય છે પવિત્ર સ્ત્રી.
Bipasha Basu, Karan Singh Grover arrive home from hospital with daughter  Devi | Bollywood - Hindustan Times
લિઆન્ના: ટીવીના રામ અને સીતા ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીની બાળકીનું આ નામ છે તેનો ફ્રેન્ચ ભાષામાં અર્થ લપેટવું કે બાંધવું થાય છે.

Debina Bonnerjee and Gurmeet Choudhary share first photo with daughter  Lianna: 'Our heart united into one' | Entertainment News,The Indian Express


Related News

Advertisement
Advertisement
Advertisement