સલમાનખાન જેવું બોડી બનાવવા યુવાનને ઘોડાનું ઈન્જેકશન આપ્યું

25 November 2022 05:43 PM
Entertainment India
  • સલમાનખાન જેવું બોડી બનાવવા યુવાનને ઘોડાનું ઈન્જેકશન આપ્યું

ઈન્દૌર તા.25
ડોકટરની સલાહ વિના ઘણી વખત લેવાતી દવાઓનાં ગંભીર પરિણામો આવી શકે છે આજે અનેક યુવાનો બોડી બનાવવા જીમની કસરત સાથે પ્રોટીન દવાઓ પાવડર લઈ જીંદગીને જોખમમાં મુકી રહ્યા છે. ઈન્દૌરમાં જીમમાં જતા યુવાને સલમાન ખાન જેવી બોડી બનાવવા દુકાનના સંચાલક પાસે જતા તેણે ઈન્જેકશન આપતા તબીયત લથડતા દવાખાને દાખલ થતા તબીબી સારવારમાં તેને ઘોડાને અપાતું ઈન્જેકશન આપ્યુ હોવાની વિગતો ખુલતા દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી છે.

ઈન્દૌરનાં વિજયનગર વિસ્તારના નાના બાંગડદામાં રહેતા જયસિંહ નામનો યુવાન બે માસથી જીમમાં જતો હોય તેને સલમાનખાન જેવું બોડી બનાવવાની ઈચ્છા થતા એક દુકાનદાર પાસે જતા તેણે પાવડર અને ઈન્જેકશન આપેલ જે ઈન્જેકશન લીધા બાદ યુવાનનું બોડી બનવાના બદલે પેટમાં દુ:ખાવો થતા લીવરમાં સોજો ચડતા દવાખાને ખસેડાયો હતો ત્યારે ખબર પડી કે જે ઈન્જેકશન તેણે લીધુ છે તે ઘોડાને આપવામાં આવતું ઈન્જેકશન હતું.

આ બાબતે યુવાને દુકાનના માલીક મોહિત આહુજા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલ છે. પોલીસે દુકાન સંચાલકનું નિવેદન લેવા સાથે અત્યાર સુધીમાં આવા કેટલા ઈન્જેકશન લગાવ્યા તે દિશામાં તપાસ આગળ ધપાવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement