જુનાગઢ,તા. 26 : પીજીવીસીએલ દ્વારા ખાનગી કંપની પાસેથી વીજળી ખરીદવામાં આવી રહી છે પરિણામે વિજના દરમાં વધારો થયો હોવાના મેસેજ સોશ્યલ વીડિયોમાં વાયરલ થઇ રહ્યો છે. આ મામલે આવી કોઇ જ લેખીત રજુઆત કે મૌખીક કે કોઇ જ સુચના પીજીવીસીએલના અધિકારીને મળવા પામી નથી.
માત્ર સોશ્યલ મીડિયામાં એક મેસેજ વાઈરલ થઇ રહ્યો છે જેમાં જણાવ્યા મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ (પીજીવીસીએલ) દ્વારા પોતાનું વિજ ઉત્પાદન ઓછું કરી નાખવામાં આવ્યું છે. પરિણામે ખાનગી કંપની પાસેથી ઉંચા ભાવે વીજ ખરીદ કરવામાં આવી રહી છે જેથી વિજળીના ભાવમાં વધારો થઇ રહ્યો છે. હાલ યુનિટનો ભાવ 7.29 રુપિયા છે
તે વધીને 9.76 થઇ જશે. આમ ગ્રાહકોને વીજના બીલમાં યુનિટ દીઠ માર પડશે તેવો ખોટો વીડિયો મેસેજ ચૂંટણીના સમયે ફરતો કરી પ્રજામાં ખોટો ભય ફેલાવવામાં આવી રહ્યો છે. આ અંગે પીજીવીસીએલના સુપ્રિ. એન્જીનીયર એ.એમ. પાઘડારના જણાવ્યા મુજબ આવી કોઇ જ લેખીત-મૌખીક કોઇએ સૂચના આપી નથી.