જુનાગઢના વિદ્યાર્થીઓ પર હુમલો કરી ધમકી

26 November 2022 11:33 AM
Junagadh
  • જુનાગઢના વિદ્યાર્થીઓ પર હુમલો કરી ધમકી

સાત શખ્સો લાકડીઓ-પ્લાસ્ટીકના પાઈપ લઈ તુટી પડયા: રાયોટીંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતી પોલીસ

જુનાગઢ તા.26 : જુનાગઢમાં ગઈકાલે સવારે 10-45ના સુમારે સી ડીવીઝન હદમાં નવી હાઉસીંગ બોર્ડ નીચે બંધ દુકાનની પાસે બેઠેલ ગળોદરના યુવાન અને ન્ય સાહેદોને એકટીવાની સામાન્ય બોલાચાલીમાં કાર, મો.સા.માં લાકડીઓ- પ્લાસ્ટીકના પાઈપ સાથે આવેલા સાતેક શખ્સોએ આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની સી ડીવીઝનમાંથી મળતી વિગત મુજબ જુના ગળોદર ગામે રહેતા હાલ ગાંધીગ્રામ હાટી ક્ષત્રિય સમાજની બોર્ડીંગમાં રહી અભ્યાસ કરતા રાહુલભાઈ કાંધાભાઈ સીંધવ (ઉ.18) અને અન્ય વિદ્યાર્થીઓ કાલરીયા સ્કુલની સામે આવેલી નવી હાઉસીંગ બોર્ડ નીચે બંધ દુકાન પાસે બેઠા હતા. ત્યારે બે અજાણ્યા છોકરાઓ એકટીવા લઈને આ લોકો પાસે આવેલ અને તે બાબતે બોલાચાલી થવા પામેલ. ત્યારે એક અજાણ્યા મોટર સાયકલ ચાલકે આવીને કહેલ કે અમારા છોકરાઓને કેમ દબાવો છો.

તેમ કહી સાહેદ જગદીશભાઈ વિક્રમભાઈ સીસોદીયા તથા રાહુલ સીંધવ અને તેના મીત્રને ભુંડી ગાળો ભાંડી આ વિદ્યાર્થીઓને મારવા આ અજાણ્યા શખ્સે ફોન કરી અન્ય આરોપીઓને બોલાવેલ જેમાં આરોપી સુરેશ પ્રતાપ રબારી, વિક્રમ રબારી રે. બન્ને ગાંધીગ્રામ ઉપરાંત ત્રણ અજાણ્યા શખ્સો કાળા કલરની સ્કોર્પીયો ગાડી તતા સફેદ કલરની મો.સા.માં પ્લાસ્ટીકના પાઈપ, લાકડીઓ સાથે આવી

આ સાતેક જેટલા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી રાહુલભાઈ કાંધાભાઈ સીંધવ (ઉ.18) સાહેદ જગદીશભાઈ વિક્રમભાઈ સીસોદીયાને સુરેશે ભુંડી ગાળો ભાંડી લાકડી વડે માર માર્યો હતો. વિક્રમે પ્લાસ્ટીકના પાઈપ સુરેશના કહેવાથી તેના દિકરાએ પ્લાસ્ટીક પાઈપ માર્યા હતા. બાકીના આરોપીઓએ આડેધડ ઢીકાપાટુનો માર અન્ય મીત્રોને પણ માર્યો હતો. આ વિદ્યાર્થીઓને ઈજા થવા પામી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ 143, 147, 323, 294 (ખ), 506 (2) જીપી એકટ 135 મુજબ ગુન્હો નોંધી પીએસઆઈ જે.એમ. વાળાએ તપાસ હાથ ધરી છે.

ગળેફાંસો ખાઈ લીધો
જુનાગઢ ડુંગરપુર સુભાષનગર-1માં રહેતા સંજયભાઈ વિનુભાઈ વિરસોદીયા (ઉ.32)ને દારૂ પીવાની ટેવ હોય અને કયારેક કયારેક મજુરી કામે જતો હોય બેકારીથી કંટાળી જઈ ગઈકાલે બપોરના તેમના ઘરે દોરી બાંધીને ગળે ફાંસો કાઈ લેતા મોત નિપજયું હતું. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement