જસદણમાં 21 લાખ અને રાજકોટમાં બે સ્થળેથી દોઢ-દોઢ લાખની રોકડ મળી

26 November 2022 11:34 AM
Jasdan Crime Saurashtra
  • જસદણમાં 21 લાખ અને રાજકોટમાં બે સ્થળેથી દોઢ-દોઢ લાખની રોકડ મળી

રાજકોટ,તા.26 : ચૂંટણીના અનુસંધાને રોકડની હેરફેર પર ચૂંટણીપંચના અધિકારીઓની ખાસ નજર છે. ત્યારે જસદણમાંથી કાલે એક લાખની રોકડ પકડાયેલી અને રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાંથી એક તબીબના રૂ।.60 લાખ પકડાયા હતાં. જયારે ઓજી ચોક માંથી પણ એક વ્યકિત રૂ।.20 લાખની રોકડ સાથે મળી આવેલ. રાજકોટમાં જિલ્લા પંચાયતમાંથી તબીબની રોકડ મળીને કોઈ દર્દીનું હોય બેન્કમાં જતા કરાવવાનું હોવાની વિગત મળી છે.

હાલ હોલ્ડ સીઝ કરાઈ છે, પુરાવા રજૂ કર્યો પરત કરાશે. જસદણ ચૂંટણી તંત્રની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા એક ગાડીમાંથી એક લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી.જસદણ શહેરના વિછીયા રોડ ઉપર બજરંગ સ્પિનિંગ મિલ નજીક પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર તથા ફ્લાઈંગ સ્કવોડના અધિકારી એસ. જી. દતાણી તથા તેની ટીમનાં પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ ભોજાણી, શૈલેષભાઈ સોલંકી, ભારતીબેન સહિતના સ્ટાફ દ્વારા ત્યાંથી પસાર થયેલી સ્વિફ્ટ ગાડી નંબર જીજે 09 બીજી 7986 ની તપાસ કરતા તેમાંથી એક લાખ રૂપિયાની રોકડ જપ્ત થઈ હતી.

કાર ચાલક હિંમતનગરના મનીષભાઈ મગનભાઈ મિસ્ત્રીની પૂછપરછ કરવામાં આવી હતી. પંચરોજ કામ કરીને આ રકમ જસદણ પેટા તિજોરી ઓફિસમાં જમા કરાવવામાં આવી છે. જોકે આ રકમ ખરેખર ચૂંટણી સંબંધીત કામની હતી કે તેમની અંગત ઉપયોગની હતી તે બાબતે વિસ્તૃત તપાસ કર્યા બાદ જરૂર લાગે તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ખરેખર આ રકમ તેમની અંગત હોય તે અંગેનાં સંતોષકારક જવાબો નિવેદનો વગેરે કાર્યવાહી બાદ તે રકમ તેમને પરત આપવામાં આવશે.

જસદણ બેઠકના ચૂંટણી અધિકારી રાજેશ જી. આલના જણાવ્યા મુજબ જસદણ વિધાનસભા વિસ્તારમાં કુલ નવ સ્ટેટિક સર્વેલન્સ ટીમ મૂકવામાં આવી છે. આ તરફ વિંછીયા જસદણ વિધાનસભા બેઠક માટેનાં ચૂંટણી અધિકારી રાજેશ જી. આલ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી વિછીયા તાલુકા થોરીયાળી પાસેની ચેકપોસ્ટ ખાતે સ્ટેટિક સર્વેલન્સ ટીમનાં અધિકારી એફ. બી. મુલતાની તથા ટીમ દ્વારા સ્કોર્પિયો ગાડી નંબર જીજે 03 એમએલ 2398 માંથી એક લાખ રૂપિયાની રોકડ ગાડીમાં બેઠેલા વલુભાઈ પોપટભાઈ સભાડ પાસેથી જપ્ત કરવામાં આવી હતી.

આ જપ્ત થયેલી રકમ બાબતે વલુભાઇ સભાડે આ રકમ જસદણ યાર્ડમાં વેપારી- કમિશન મારફતે કપાસ વેચ્યો હોય તે પેટે રકમ આવી હતી તેવો જવાબ રજૂ કરતા તેમજ તે અંગેના વાઉચર સહિતના આધાર પુરાવા રજૂ કર્યા હતા. જેને ધ્યાને ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા વલુભાઈએ રજુ કરેલા વિવિધ વાઉચર તેમજ જવાબની ચકાસણી કરી આ રકમ કોઈ રાજકીય ઉપયોગ માટેની નહી હોવાનો સંતોષ થતા આ રકમ વલુભાઈ સભાડને પરત કરવામાં આવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement