બ્રાઝીલ તા.26
અત્રે બે સ્કુલોમાં એક માથા ફરેલ શખ્સે બે સ્કુલોમાં અંધાધુંધ ગોળીબાર કર્યો હતો, જેમાં બે શિક્ષક અને એક છાત્ર સહિત ત્રણ લોકોના મોત નિપજયા હતા, જયારે 11 લોકો ઘાયલ થયા હતા, જયારે હુમલાખોરની ધરપકડ કરાઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બુલેટ પ્રુફ જેકેટ પહેરેલ એક શૂટરે દક્ષિણ-પુર્વી બ્રાઝીલની બે સ્કુલોમાં ઘુસીને બે શિક્ષકો અને એક છાત્રની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, આ હુમલામાં 11 લોકો ઘાયલ થયા હતા. હુમલાખોરને ઝડપીને ધરપકડ કરાઈ હતી.