જૂનાગઢમાં માનસિક બીમારીથી કંટાળી નિવૃત જમાદારનો એસિડ પી આપઘાતનો પ્રયાસ

26 November 2022 12:09 PM
Junagadh
  • જૂનાગઢમાં માનસિક બીમારીથી કંટાળી નિવૃત જમાદારનો એસિડ પી આપઘાતનો પ્રયાસ

છેલ્લા 24 વર્ષથી વિનયભાઈ ચૌહાણ માનસિક બીમારીથી પીડાતાથતા: સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ.26 : જૂનાગઢમાં માનસિક બીમારીથી પીડાતા નિવૃત એ.એસ.આઈ. વિનયભાઈએ કંટાળીને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢમાં બીલખા રોડ પર આવેલ આંબેડકરનગર -4 માં રહેતાં વિનયભાઈ મેણંદભાઈ ચૌહાણ (ઉ.વ.60) ગતરોજ ઘરે હતાં ત્યારે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ. ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને અપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં જાણવા મળેલ વિગત અનુસાર, વિનયભાઈ નિવૃત એ.એસ.આઈ. છે અને છેલ્લા 24 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતાં જેમનથી કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. તેમજ તેમને સંતાનમાં બે પુત્ર છે.


Advertisement
Advertisement
Advertisement