અમરેલી, તા.26 : અમરેલીના બ્રાહ્મણ સોસાયટીમાં સ્વામીનારાયણ નગર-રમાં લાંબા સમયની પ્રતિક્ષા (રાહ જોવડાવ્યા) પછી સી.સી. રોડ મંજૂર થયલ છે અને કામ પણ શરૂ થયેલ. ત્યારબાદ કોઈ અગમ્ય કારણોસર રસ્તો અધવચ્ચે અધૂરો રાખી દીધેલ છે. જેથી રહીશોની પરેશાનીનો કોઈ પાર રહયો નથી. આબાલ વૃઘ્ધ, બાળકો માટે ચાલવું કપરૂ થયેલ છે અને પડી જવાને કારણે ઈજાગ્રસ્ત થવા પામેલ છે. વારંવારની રૂબરૂ તથા લેખિતમાં રજૂઆત છતાં પ્રશ્ન હલ થયેલ ન હોય, તમામ રહીશોને આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ફરજ પાડેલ છે અને તંત્રના વાંકે એક રાષ્ટ્રીય પર્વમાં ભાગ લેવાથી વંચિત રાખેલ છે.