(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26 : હળવદ તાલુકાના માથક ગામે વાડીએ ઝાડ કાપવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન ઝાડ કાપી રહેલા યુવાને ઇલેક્ટ્રીક કટરમાંથી વીજ શોક લાગ્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું જેથી મૃતકના મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતો જીવરાજભાઈ નાગજીભાઈ પારજીયા જાતે કોળી (ઉંમર 45) નામનો યુવાન હળવદ તાલુકાના માથક ગામે રહેતા ખુમાનભાઈ વજાભાઈ અસવારની વાડીએ ઇલેક્ટ્રીક કટર વડે ઝાડ કાપવાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેને ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ પરબતભાઈ નાગજીભાઈ પારજીયા જાતે કોળી (35) એ હળવદ તાલુકો પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
દેશી દારૂ
મોરબી તાલુકાના ખાનપર ગામથી ગજડી ગામ તરફ જવાના રસ્તે કાંઠા તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં રાજેશભાઈ ઉર્ફે રાજુ લખમણભાઇ ડાવેરા રહે ખાનપર વાળાની વાડીના સેઢા પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હોય પોલીસે 800 રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો જો કે, આરોપી હાજર ન હોય તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.