(લિતેશ ચંદારાણા)વાંકાનેર તા.26 : વાંકાનેર- મીતાણા રોડ પર આવેલ હણખણી પાસે બાઈક અને ટ્રેકટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા મુળ પીપળીયારાજ ગામના વતની અને વાંકાનેરની પ્રખ્યાત નામાંકિત પીરમસાયખ સાર્વજનીક હોસ્પીટલ ખાતે એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા ઐયુબભાઈ કડીવાર (ઉ.45)નું આકસ્મીક નિધન થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. શુક્રવારે સાંજે સાત વાગ્યાના સમય દરમ્યાન નોકરી પરથી છુટી ઘર તરફ જઈ રહેલા ઐયુબભાઈ પોતાનું બાઈક અને ટ્રેકટર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હોસ્પીટલના કર્મચારી ઐયુબભાઈનું મૃત્યુ થતા પ્રથમ પીરમસાયખ હોસ્પીટલના કર્મચારી ઐયુબભાઈનું મૃત્યુ થતા પ્રથમ પીરમસાયખ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ પીએમ અર્થે વાંકાનેરની સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. માયાળુ સ્વભાવ ધરાવતા ઐયુબભાઈનું અકાળે અવસાન થતા હોસ્પીટલ સ્ટાફ તેમજ બહોળો મીત્ર વર્તુળમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઉપરાંત મૃતક ઐયુબભાઈને સંતાનમાં એક દિકરો એક દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.