મોરબીના લાલપર પાસે ટ્રક હડફેટે બાઇક ચાલકને ઇજા

26 November 2022 12:23 PM
Morbi
  • મોરબીના લાલપર પાસે ટ્રક હડફેટે બાઇક ચાલકને ઇજા

નીચી માંડલના બસ સ્ટેશન પાસે મારામારીના બનાવમાં મહિલા સહિત બે ને ઇજા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26 : મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસેથી બાઈક લઈને જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજાઓ થવાથી યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે પ્રિયાગોલ્ડ સિરામિક નજીકથી બાઈક લઈને જઈ રહેલા લાખાભાઈ દેવશીભાઈ ચાવડા (ઉમર 36) રહે. કાંતિનગર વસુંધરા હોટલ પાછળ માળિયા ફાટક નજીક સામાકાંઠે મોરબી-2 ના બાઇકને અજાણ્યા ટ્રકના ચાલકે હેડફેટે લેતા ઇજાઓ થતા લાખાભાઈ ચાવડાને સામાકાંઠે આવેલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા આ અંગે નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે. જયારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ શ્રીજી સિરામિકની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા ધાંગધ્રા તાલુકાના કોકિયાણી ગામના જયેશ દુદાભાઈ સાપરા નામના 24 વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા બનાવ અંગે તપાસ ચાલવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના શનાળા બાયપાસ રાજકોટ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાગ્રસ્ત થતા નેહા હિતેશભાઈ રાણેવાડીયા (ઉંમર 10) રહે. માધાપર ચોકડી પાસે રાજકોટને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ આ અંગે નોંધ કરી બનાવની આગળની તપાસ ચલાવી રહ્યા છે. તેમજ મોરબીના શનાળા રોડ ઉપર રહેતા જશુબેન હરીશભાઈ ડાભી નામના 43 વર્ષીય મહિલા શનાળા રોડ ઉપર રામદેવપીરના મંદિર પાસેથી જતા હતા ત્યાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજા પહોંચતા તેઓને પણ સારવારમાં ખસેડાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવામાં આવી રહી છે.

મારામારીના બનાવમાં ઈજા
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામના બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા ગીતાબેન રાજુભાઈ ગૌતમ (35) અને રમેશ હમીરભાઇ ખેતરીયા (32) રહે. બંને માલધારી સોસાયટી માર્કેટયાર્ડ પાસે રાજકોટ વાળાઓને ઇજા પહોંચતા બંનેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા નોંધ કરી આ અંગે તપાસ કરાવામાં આવી રહી છે.


Advertisement
Advertisement
Advertisement