મોરબીમાં ટિંબડી પાટિયા પાસે વેલ્ડીંગની દુકાને ગેસનો બાટલો ફાટતા આગ: એકને ઇજા

26 November 2022 12:28 PM
Morbi
  • મોરબીમાં ટિંબડી પાટિયા પાસે વેલ્ડીંગની દુકાને ગેસનો બાટલો ફાટતા આગ: એકને ઇજા

મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટિયા પાસે ટાટા વાહનના વર્કશોપ વિકાસ વેલ્ડિંગ વર્કસ નામના ટ્રકના ગેરેજમાં વેલ્ડીંગ કામ કરતા હતા ત્યારે અચાનક ગેસનો બટલો ફાટતા ત્યાં આગ લાગી હતી જેથી ટ્રક અને આસપાસમાં દુકાન સહિતના વસ્તુઓ બળી ગયેલ છે જો કે આગ લાગવાની તાત્કાલિક મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે આવી હતી પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement