(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.26 : મોરબીના મકનસર ગામ પાસે આવેલ કોલસા દળવાના કારખાનામાં મશીનનું રીપેરીંગ કામ યુવાન કરી રહ્યો હતો ત્યારે રીપેરીંગ કામ સમયે કોઈ કારણોસર મશીન ચાલુ થઈ ગયું હતું જેથી કરીને મજૂર યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનો મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે આવેલ મિલેનિયમ સ્ટાઈલ નામના કારખાનામાં કોલસો દળવાના મશીનમાં સુજીતસિંહ સુદામસિંહ (ઉંમર 20) નામનો યુવાન રીપેરીંગ કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક મશીન ચાલુ થઈ ગયું હતું જેથી કરીને યુવાનને ઇજા થઈ હોવાથી યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો અને ચાલુ સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
એસિડ પી જતા યુવાન સારવારમાં
વાંકાનેર તાલુકાના સણોસરા ગામનો રહેવાસી મેહુલ મુકેશભાઈ દવે નામનો 30 વર્ષનો યુવાન મોરબીના પાડાપુલ નજીક એસિડ પી ગયો હતો જેથી કરીને તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલ્યું હતું કે પત્ની સાથે થયેલ બોલાચાલી અને ઝઘડાનું માઠુ લાગી આવતા મેહુલ દવેએ મોરબીમાં સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રહેતા સંબંધીને ત્યાં આવીને પાડાપુલ પાસે એસિડના બે-ત્રણ ઘૂંટડા પી લીધા હતા જેથી તેને અસર થતા સારવાર માટે ખસેડાયો હતો.