(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26 : વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલનાકા નજીકથી કોઈ અજાણ્યા 30 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તે મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલનાકા નજીક કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી જેથી કરીને તેના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં આ બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.
દેશીદારૂની ભઠ્ઠી : મોરબીમાં ત્રાજપર ચોરા પાછળની ભાગમાં રહેતા વર્ષાબેન રમેશભાઈ કોળીના ઘરે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 400 ની કિંમતનો મુદ્દામાલને કબજે કર્યો હતો અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.