રાજકોટ,તા.26
વર્ષ 2018માં મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં એક જ કુટુંબના ત્રણ લોકોની હત્યાનો ત્રીપલ મર્ડરનો બનવા બનેલો જેમાં 7 આરોપીના જામીન ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા છે અને તમામ આરોપીઓને બે અઠવાડીયામાં સરન્ડર થવાનો હુકમ ફરમાવ્યો છે.
કેસની વિગત મુજબ ઓગસ્ટ 2018માં દીલાવર ખાન પઠાણ, તેના પુત્ર મોમીનખાન અને અફઝલખાન અકબર ખાનની ખેતીથી જમીન પડાવી લેવા ઝઘડો કરેલ અને તેમાં આરોપી કાનજી મનસુખ ડાભી અને તેના કુટુંબી ભાઇઓએ એક સંપ કરી, દિલાવર ખાન પઠાણ, તેના પુત્ર મોમીન ખાન અને અફઝલખાન અકબરખાન પઠાણની હત્યા કરી હતી. તે ગુનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયા બાદ એક પછી એક આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ તે મોરબી સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરી આરોપીઓને જામીન મુકત કર્યા હતા.
તે તમામ આરોપીઓના જામીન રદ કરવા ગુજરનાર દીલાવરખાનના પત્ની હફીઝાબેને હાઇકોર્ટમાં સાતેય આરોપીના જામીન કેન્સલ કરવાથી અરજીઓ કરેલી. જેની સુનાવણી તા.23/11ના રોજ જસ્ટીસ શ્રી ગીતા ગોપીની કોર્ટમાં થયેલ હતી. સુનાવણીના અંતે હાઇકોર્ટ સાતેય આરોપીઓના જામીન રદ કરતો હુકમ ફરમાવ્યો અને આરોપીઓને અઠવાડીયામાં સરન્ડર થવા હુકમ કરવામાં આવ્યો છે.આ કેસમાં ફરીયાદી વતી હાઇકોર્ટના એડવોકેટ પ્રશાંત વી. ખંઢેરીયા રોકાયેલા હતા.
એડવોકેટ: પ્રશાંત ખંઢેરીયા