(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.26
મોરબીમાં પરાબજાર પાસે આવેલ ત્રિકોણબાગના પાર્કિંગમાં યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નાનીવાવડી ગામે રામ ડેરીની બાજુમાં રહેતા દિનેશભાઈ ભગવાનજીભાઈ અંદરપા જાતે પટેલ (ઉંમર 41) ગત તા. 22/11 ના સાંજના છ વાગ્યાના અરસામાં મોરબીમાં પરાબજાર પાસે આવેલ ત્રિકોણ બાગના નગરપાલિકાના પાર્કિંગમાં પોતાનું બાઈક જીજે 3 ડિએચ 7506 મૂકીને ગયા હતા. જે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને 15000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં દિનેશભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના લજાઈ ગામના વતની વિઠ્ઠલભાઈ હરજીભાઈ વામજા નામના 60 વર્ષના આધેડ મોરબી તાલુકાના બગથડા અને વાવડી ગામની વચ્ચેથી પોતાનું બાઈક લઈને જતા હતા તેઓ પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના બાઈકની આડે રોજડુ ઉતરતા સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા વિઠ્ઠલભાઈ વામજાને અહીંની હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જેથી કરીને હાલમાં તાલુકા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જયારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે રહેતા મુકેશ દેવસિંગ ગણાવા નામના ત્રીસ વર્ષના યુવાનને કુબેર ટોકીઝ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.