(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26
હળવદ તાલુકાના જુદાજુદા વિસ્તારમાં હાલમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે તે હક્કિત છે ત્યારે હળવદના ચાડધ્રા ગામના સ્થાનિક નાગરિકની ફરિયાદ આધારે ખાણખનિજ વિભાગની ટીમે બ્રાહ્મણી નદીના પટ્ટમાં રેડ કરી હતી ત્યારે લીઝ મેળવ્યા વગર રેતીની ચોરી કરવામાં આવી રહી હોવાનુ સામે આવ્યું હતું
જેથી કરીને પોલીસે રેતીની ચોરી કરનારા એક લોડર મશીન અને એક એક્ઝિવેટર મશીનના માલિકો તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા સેવા સદન ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર જી.કે.ચંદારણાએ હાલમાં લોડર મશીનના નં. જીજે 36 એસ 2941 ના માલિક અને ટાટા કંપનીનુ એક્ઝવેટર મશીનના નં. જીજે-10-એએમ-8310 ના માલિકો તથા અન્ય તપાસના જેના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત 14/11 થી તા.25/11 સુધીમાં હળવદ તાલુકાનાં ચાડધ્રા ગામની સીમમાં આવેલ બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદે ખનીજ ખનન તથા વહન કરવામાં આવેલ છે
નદીનાં પટમાંથી કુલ 211482.11 મેટ્રીક ટન સાદી રેતીનુ બીનઅધિક્રુત રીતે ખોદકામ કરવામાં આવ્યું છે અને તેની ચોરી કરીને લઈ જવામાં આવેલ છે. પોલીસે હાલમાં આઇ.પી.સી કલમ 379 તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શ નઓફ ઇલ્લી ગલ માઇનીંગ, ટ્રાન્સ પોર્ટેશન એન્ડન સ્ટોંરેજ) રૂલ્સથ-2017 ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી.એકટ-1957 ની કલમ 4(1) અને 4(1-એ) તથા 21 ની પેટા કલમ 1 થી 6 તથા જી.એમ.એમ.સી.આર-2017 ના નિયમો મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.