(મિલાપ રૂપારેલ) અમરેલી,તા.26
શિયાળો ધીમે ધીમે જામી રહૃાો છે તો બીજી તરફ ચૂંટણીનો જંગ પણ ચાલે છે. તેવા સમયે અમરેલીનાં નવા માર્કેટયાર્ડમાં એકી સાથે 3-3 દુકાનોની પાછળ આવેલ બારીની ગ્રીલ તોડી બે અજાણ્યા ચોર તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી એક દુકાનમાંથી રૂા. 10 હજાર રોકડાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
આ બનાવમાં અમરેલીનાં સાવરકુંડલા રોડ ઉપર આવેલ નવા માર્કેટયાર્ડમાં દુકાન નં. એ.એફ. 13માં ઉમિયા ટ્રેડીંગ કાું.ની દુકાન ધરાવતા મુકેશભાઈ કનુભાઈ જાવીયાની દુકાનનું શટર તોડી બે અજાણ્યા ચોર ઈસમે દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં પડેલ રોકડ રકમ રૂા. 10 હજાર ચોરી કરી લઈ ગયા હતા. જયારે નવા માર્કેટયાર્ડમાં જ આવેલ એ.જી.-21 તથા એ.જી.-રર દુકાનની પાછળના ભાગે બારીની ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
મકાનમાં ચોરી
રાજુલા તાલુકાનાં માંડણ ગામે રહેતા અને ખેતી કામ કરતાં ભીખાભાઈ સુરાભાઈ જીંજવા નામના 61 વર્ષીય ખેડૂત પોતાના સગાને ત્યાં મોરંગી ગામે ગયેલ. ત્યારે પાછળ તેમના પત્ની એકલા ઘરે હતા. ત્યારે રાત્રીનાં સમયે કોઈ અજાણ્યો ચોર ઈસમ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીનાં દાગીના કિંમત રૂા. 33,400નાં મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ડુંગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ટ્રક હડફેટે
બાબરા ગામે રહેતા અને વકિલતાનો વ્યવસાય કરતાં રાજેન્દ્રભાઈ ભીખાભાઈ બારૈયાનાં પિતાજી ભીખાભાઈ નાનજીભાઈ બારૈયા (ઉ.વ. 78) ગઈકાલે સાંજના સમયે પોતાનાં નિત્યક્રમ મુજબ ચાલવા માટે ગયા હોય અને ત્યાંથી પરત આવી રહૃાાં હતા ત્યારે ટ્રક નં. જી.જે.-10 ડબલ્યુ 6ર39નાં ચાલકે ભીખાભાઈને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્યું હતું.