ગોંડલ,તા.26 : ગોંડલ તા.જેતપુર તાલુકાના વાડસડા ગામના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો જેમાં ઇકોકાર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા કાર ચાલકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું.તથા બે વ્યકિતઓ ઇજા પંહોચતા સારવાર અર્થે હસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાના વાડસડા ગામમાં રહેતો પરિવાર વહેલી સવારે ઈકો કાર માં ગોંડલ તરફ આવી રહ્યો હતો ત્યારે ગોમટા ચોકડી પાસે કાર નાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા રોડની બાજુમાં ઉતરી જતા ચાલક રહીમભાઈ અબ્દુલભાઈ મોરવાડિયા ઉ.વ 55 ને ગંભીર ઈજા પહોંચ્યા તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્ની હમીદાબેન તેમજ તેમનો પુત્ર અમીર બન્ને ઇજાગ્રસ્ત થતાં પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ બાદ જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે મૃતક રહીમભાઈ મોરવાડિયાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી ગોંડલ તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.