(ગની કુંભાર) ભચાઉ, તા.26 : પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ પૂર્વ કચ્છ જિલ્લામાંથી પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા ચાલુ રાખેલ ડ્રાઇવ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર આર.આર.વસાવા લાકડીયા પોલીસ સ્ટેશનની સુચના મુજબ લાકડીયા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકત આધારે લાકડીયા પોલીસ સ્ટેશન હદ વિસતારના પીપરાપાર્ટી સીમમાં ન્યુટેક કંપનીના પાછળના ભાગે આવેલ તળાવ પાસે બાવળોની ગાડીમાં અભય વેલા બઢીયા (રહે. સામખીયાળી) ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોય જેથી હકીકતવાળી જગ્યાએ રેડ કરી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પ્રોહીબીશન એકટ તળે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર આર.આર.વસાવા તથા એ.એસ.આઇ. જયેશભાઇ પારગી તથા પો.કોન્સ. વિરભદ્રસિંહ પરમાર, દિપકભાઇ સોલંકી અને હસમુખભાઇ ચૌધરીનાઓ જોડાયેલ હતા.