રાજકોટ. તા.26 : બાબરામાં કારીયાણા રોડ પર વૃંદાવન પાર્ક સામે રહેતી મનીષાબેન ખીમજીભાઈ સાગઠિયા (ઉ.વ.28) ગતરાત્રે 12 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં બેભાન થઈ ઢળી પડી હતી. જે અંગે પરિવારને જાણ થતાં સારવારમાં પ્રથમ બાબરા અને બાદમાં વધું સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને અપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.વધુમાં યુવતી મજૂરી કામ કરતી અને ચાર ભાઈ બહેનમાં બીજા નંબરની હતી.