અમદાવાદ, તા. 26
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ભાજપ, કોંગ્રેસ અને આપની 20 જેટલી મહિલાઓ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જ્યારે 49 જેટલી અપક્ષ તરીકે મહિલાઓએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં બીએસપી, જેડી(યુ), સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, સંયુક્ત વિકાસ પાર્ટી, લોગ પાર્ટી, રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી ઉમેદવારી મહિલાઓએ
નોંધાવી છે.
2017માં તો આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઝૂકાવ્યું ન હતું. પરંતુ 2022માં 35 ટકા ઉમેદવારો ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવનારા છે. જ્યારે કોંગ્રેસના ગત ચૂંટણીમાં 36 ટકા ઉમેદવારો ક્રિમીનલ ઇતિહાસ ધરાવનારા હતા. તેમાંથી આ વખતે 35 ટકા ઉમેદવારો ક્રિમીનલ કેસો ધરાવતાં ઉમેદવારો છે.
પરંતુ ભાજપમાં ગત ચૂંટણીમાં 25 ટકા ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઉમેદવારો હતા. તેની સામે 2022ની ચૂંટણીમાં 16 ટકા ઉમેદવારો છે. જ્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં તો ઘણો ફરક દેખાયો છે. ગત ચૂંટણીમાં 67 ટકાની સામે આ વખતે 29 ટકા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઉમેદવારો છે.