ઈન્દોર: કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે અને આજે ઓમકારેશ્ર્વરથી ઈન્દોર ભણીની યાત્રાનો પ્રારંભ થયો છે તે સમયે ટી-બ્રેકમાં યાત્રામાં ધકકામુકકી થતા રાજયના પુર્વ મુખ્યમંત્રી શ્રી દિગ્વીજયસિંઘ નીચે ગબડી પડયા હતા અને તુર્ત જ તેમના સાથી યાત્રીકોએ દિગ્વીજયસિંઘને ઉભા કરી સ્વસ્થ કર્યા હતા.
જો કે તેઓને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને યાત્રામાં ફરી જોડાયા હતા. બીજી તરફ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે યાત્રા છોડી ને દિલ્હી પરત ગયા છે અને તેઓ હવે આ યાત્રા રાજસ્થાનમાં પ્રવેશ કરશે તે સમયે જોડાશે.
બીજી તરફ બીજીંગ ઓલિમ્પીકમાં બોકસીંગમાં લાવીને કાસ્યચંદ્રક અપાવનાર બોકસર વિજેન્દ્રસિંઘ પણ ભારત જોડોયાત્રામાં જોડાયો હતો વિજેન્દ્રએ 2019માં કોંગ્રેસની ટિકીટ પર લોકસભા ચૂંટણી લડી હતી પણ પરાજીત થયા હતા.