મુંબઈ આતંકી હુમલાના શહીદોને રાષ્ટ્રપતિ મુર્મુએ શ્રધ્ધાંજલિ આપી

26 November 2022 02:45 PM
India
  • મુંબઈ આતંકી હુમલાના શહીદોને રાષ્ટ્રપતિ મુર્મુએ શ્રધ્ધાંજલિ આપી

♦ મુંબઈના 26/11ના આતંકી હુમલાની 14મી વરસી

♦ આજે દેશ એ બધાને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી રહ્યો છે જેમણે જીવ ગુમાવ્યો છે : મુર્મુ

નવી દિલ્હી,તા. 26
મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં 26 નવેમ્બર 2008ના આતંકી હુમલામાં જીવ ગુમાવનાર શહીદોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

મુંબઈ આતંકી હુમલાની આજે 14મી વરસી છે. આ આતંકી હુમલામાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુંબઈ આતંકી હુમલાના પીડિતોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 26-11ની વરસી પર દેશએ બધાને કૃતજ્ઞતા સાથે યાદ કરી રહ્યો છે જેણે આપણે ગુમાવ્યા છે. અમે તેમના પ્રિયજનો અને પરિવારના દર્દને શેર કરીએ છીએ. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્ર એ સુરક્ષાકર્મીઓને શ્રધ્ધાંજલી આપે છે, જેમણે કર્તવ્ય પાલનમાં બહાદુરથી લડાઈ લડી અને સર્વોચ્ચ બલિદાન આપ્યું.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ મુંબઈ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને યાદ કરી શ્રધ્ધાંજલી પાઠવી હતી.તેમણે જણાવ્યું હતું કે આતંકવાદ માનવ જાત માટે ખતરો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડનવીસે પોલીસ મેમોરિયલ પર જઇ મુંબઈ આતંકી હુમલાનો ભોગ બનનારાઓને શ્રધ્ધાંજલી આપી
હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement