રાજકોટ,તા.26 : શહેરના ભક્તિનગર પોલીસ મથકના જુગારના ગુન્હામાં છેલ્લા ઘણા સમયથી ફરાર મવડીના નવલનગર શેરી.5માં રહેતો પ્રકાશ ઉર્ફે બાંગો છગન ગોહેલ(મોચી)(ઉ.વ.42)ને રાજકોટ એલસીબી ઝોન.1ના પીએસઆઈ બી.વી.બોરીસાગર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે નવલનગર પાસેથી પકડી લીધો હતો.પ્રકાશ વિરૂદ્ધ અગાઉ મારમારી, ધમકી, અપહરણ, લૂંટ અને જુગારના ત્રણ એમ કુલ પાંચ ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.