રૈયાધારની ઝૂંપડપટ્ટીમાં દેવીપૂજક યુવકે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

26 November 2022 03:11 PM
Rajkot Crime
  • રૈયાધારની ઝૂંપડપટ્ટીમાં દેવીપૂજક યુવકે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

અનિલ ચાંગાવાડિયાએ પરિવાર જમવા બેઠો અને રૂમમાં જઈ અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લીધું: પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી: પરિવારમાં શોક

રાજકોટ. તા.26 : રૈયાધારમાં આવેલ રાધેશ્યામ ગૌશાળા પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતાં અનિલ વિજયભાઈ ચાંગાવાડિયા (ઉ.વ.18) ગતરાત્રીના 10 વાગ્યે પોતાનાં ઘરે એન્ગલમાં લૂંગી વડે ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. જે બાદ તેનો પરિવાર તેને જમવા માટે બોલાવવા જતાં યુવક લટકતો જોવા મળતાં પરિવારે આક્રંદ મચાવ્યો હતો.

અને 108 ને જાણ કરતાં તેના ઈએમટીએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી અપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં જાણવા મળેલ વિગત અનુસાર, મૃતક લીંબુ મરચા વેચવાનું કામ કરતો હતો

અને તેમની બે મહિના પહેલા જ ગાંધીધામ સગાઈ થઈ હતી. ગત રોજ રાત્રીના તેના બનેવી આવ્યા હોય સાથે જમવા બેઠા હતાં ત્યારે તેમને અંતિમ પગલું ભરી લીધું હતું. જે અંગે પરિવાર પણ અજાણ હોવાનું રટણ કર્યું હતું. તેમજ મૃતકના પિતા રાધનપુર કામે ગયેલ હતાં. યુવક સાત ભાઈ બહેનમાં વચ્ચેટ હતો. જેના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement