રાજકોટ, તા.26
ચૂંટણીમાં નશાકારક દ્રવ્યો ઘુસાડવા પ્રયાસો થયા છે પણ પોલીસે 61.92 કરોડના ડ્રગ્સ ગાંજો સહિતના માદક પદાર્થો તેમજ 13.50 કરોડનો દેશી-વિદેશી દારૂ પકડી પડ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા જણાવાયું છે કે, તા.3/11/22થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી કરવામાં આવેલ છે.
ગુજરાત નશાબંધી અધિનિયમ,1949 અન્વયે રાજયમાં 29,844 કેસો કરવામાં આવેલ છે જેમાં 24,710 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. અને રૂ।4 લાખ 75 હજાર 650 નો દેશી દારૂ 13 કરોડ 26 લાખ 84,216નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા 17,67,41,132ની અન્ય ચીજ-વસ્તુઓ સાથે રૂ।1,19,00,999 નો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. ક્રિમિનલ પ્રોસીઝર કોડ હેઠળ 2,60,703 કેસો, પ્રોહીબિશન એકટ હેઠળ 30,051 કેસો, પોલીસ એકટ હેઠળ 71 કેસો તથા પાસા એકટ હેઠળ 329 કેસો એમ વિવિધ કલમો હેઠળ 2,91,154 અટકાયતી પગલાં અંગેની કામગીરી કરવામાં આવી છે.
રાજ્યમાં 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી જમા 51,126 (91.88 ટકા )હથિયારો જમા લેવામાં આવ્યા છે, તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. રાજ્યમાં ધ આર્મ્સ એકટ હેઠળ 78 ગેરકાયદેસર હથિયાર, 354 ગેરકાયદેસર દારૂગોળા તથા 150 ગ્રામ વિસ્ફોટક પદાર્થ કબ્જે કરવામાં આવેલ છે.
રાજ્યમાં એનડીપીએસ એકટ, કુલ 39 કેસો નોંધી, રૂ।.61,92,77,309 નો 1460.9895 કિ.ગ્રા.નો ગાંજા ડ્રગ્સ વગેરે માદક પદાર્થ પકડવામાં આવેલ છે. રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ કાર્યરત છે. સ્ટેટિક સર્વેલન્સ ટિમો દ્વારા 56,270 નો આઈએમએફએલ, 3,430 નો દેશી દારૂ, 1 કરોડ 53 લાખના ઘરેણાં, 92 લાખ 84 હજાર 730ની રોકડ રકમ તથા 14 લાખ 61 હજાર 700ની અન્ય ચીજ વસ્તુઓ સાથે રૂ।,68,21,400 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા 11,242 નો આઈએમએફએલ, 500 નો દેશી દારૂ, 1 કરોડ 41 લાખ 15 હજાર 940 રોકડ રૂપિયા તથા 8 લાખ 58 હજારની અન્ય ચીજ વસ્તુઓ સાથે 1 કરોડ 49 લાખ 85 હજાર 682 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. સ્થાનિક પોલોસ દ્વારા 3 કરોડ 08 લાખ 71 હજારની રોકડ, 3 કરોડ 54 લાખ 14 હજાર 237 ના ઘરેણાં, 61 કરોડ 92 લાખ 87 હજાર 199 ના ડ્રગ્સ ગાંજો સહિતના માદક પદાર્થો તથા 74 લાખ 33 હજાર 924 ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ 69,30,06,360 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.