મોરબી રોડ પર પાણીના ટાંકીમાં પડી જતા બે બહેનોના એકના એક ભાઈ દેવરાજનું મોત

26 November 2022 03:14 PM
Rajkot Crime
  • મોરબી રોડ પર પાણીના ટાંકીમાં પડી જતા બે બહેનોના એકના એક ભાઈ દેવરાજનું મોત

પરિવાર આજુબાજુમાં પુત્રને શોધતો હતો ત્યારે પાડોશીનું ધ્યાન ગયું કે બાળકનો મૃતદેહ ટાંકામાં તરતો’તો:પરિવારમાં શોક

રાજકોટ,તા.26 : શહેરના મોરબી રોડ પર રાધિકા પાર્કમાં રહેતા અને બાંધકામનું કામ કરતા યુવાનનો ત્રણ વર્ષનો પુત્ર રમતા રમતા નજીકમાં આવેલા પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતી.આ અંગે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી. બનાવની વધુ વિગતો મુજબ,જુના મોરબી રોડ પર આવેલા રાધિકા પાર્કમાં રહેતા જગદીશભાઈ ભોગાયતાનો 3 વર્ષીય પુત્ર દેવરાજ ગઈકાલે બપોરે ઘર પાસે રમતા રમતા ત્યાં ઘર નજીક આવેલી બાંધકામની સાઇટ પાસેના પાણીના ટાંકીમાં પડી ગયો હતો.જેથી પરિવારે આજુબાજુમાં તેની શોધખોળ કરતા પાડોશીએ જોયું તો ત્રણ વર્ષનો દેવરાજનો મૃતદેહ ત્યાં ટાંકામાં તરતી હાલતમાં પડ્યો હતો.તેમજ તેમના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પીટલે ખસેડયો હતો.દેવરાજના પિતા બાંધકામનું કામ કરે છે.બે બહેનોના એકના એક ભાઈ દેવરાજના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement