રાજકોટ,તા.26 : રાજકોટના ગોંડલ હાઈવે પર આવેલ શાપર- વેરાવળમાં આવેલ ક્રિષ્ના કોર્નકાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ નામના કારખાનામાં આગ લાગી હોવાની જાણ થતા મવડી ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો.ત્યાં જોતા આગ લોખંડની ભૂકીના ઢગલામાં લાગી હોય તુરંત ફોર્મના કેરબા સાથે પાણી ભેળવી આગ પર કાબુ મેળવી લીધો હતો
બનાવની વધુ વિગતો મુજબ,શાપર વેરાવળના મેજર સિમેન્ટની બાજુમાં ક્રિષ્ના કોર્નકાસ્ટ નામના કારખાનામાં ગઈકાલે બપોરના ચારેક વાગ્યે આગ લાગવાની માહિતી માલીક વજુભાઈ કામાણીને મળતા મવડી ફાયર બ્રિગેડના કિશોરસિંહ જાડેજા,પરેશભાઈ ચુડાસમા,મુકેશભાઈ હેરભા,સંજય ગોહિલ અને ઇર્ષાદ ટાંક સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
તેમજ ત્યાં ફોર્મ અને પાણી ભેળવી આગ પર મારો ચલાવતા આગને બુઝાવી હતી અને ત્યાં લોખંડના છોલમાં ઓઇલ લગાડેલું હોય જેથી આગ વધુ પ્રસરી હતી. કારખાનામાં 200 ટન જેટલો લોખંડનો છોલ હતો.આગનું કારણ જાણવા મળ્યું નથી.તેમજ નુકશાની પણ જાણવા મળી નહોતી.આગમાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.