રાજકોટ : વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી લેનાર પત્ની-પુત્ર બાદ વેપારીનું પણ મોત:બે શખ્સો હજુ પોલીસ પકડથી દુર

26 November 2022 03:28 PM
Rajkot Crime
  • રાજકોટ : વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી લેનાર પત્ની-પુત્ર બાદ વેપારીનું પણ મોત:બે શખ્સો હજુ પોલીસ પકડથી દુર

એક અઠવાડિયામાં વ્યાજખોરોએ સોની પરિવારનો માળો પિંખી નાખ્યો:પોલીસની ઢીલી નીતિથી પરિવારમાં રોષ

રાજકોટ,તા.26
રાજકોટના યુનિવર્સિટી રોડ પર મિલાપનગર-2માં રહેતા વેપારી કિર્તીભાઈ ધોળકિયાએ પત્ની માધુરીબેન અને પુત્ર ધવલ સાથે 18 નવેમ્બરની મોડી રાતે ઝેરી દવા પી લીધી હતી.દરમિયાન બપોર સુધી કિર્તીભાઈ દુકાને નહીં આવતા તેમના મોટાભાઇ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.

જેથી તુરંત 108 મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને પુત્ર ધવલના નિવેદન પરથી ફરિયાદ નોંધી હતી.ફરિયાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ત્રણેયે ઝેરી પીધી હોવાનું જણાવ્યું હતું.

બાદમાં ધવલનું 20 નવેમ્બરે અને માધુરીબેનનું 21 નવેમ્બરના રોજ સારવારમાં મોત નીપજ્યું હતું. આજે કિર્તીભાઈએ પણ દમ તોડી દેતા સોની પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે વેપારીના પુત્ર ધવલની ફરિયાદ પરથી સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા, યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબ શાહ નામના વ્યાજખોર સામે મનીલેન્ડ એક્ટ અને કલમ 386506(2)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.વ્યાજખોરો સામે ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે.

જેમાં ધવલ ભરવાડ અને સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુ ઝાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંજયરાજસિંહ અગાઉ પણ આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિત 4 જેટલા ગુનામાં રાજકોટ પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.એક જ અઠવાડિયામાં સોની પરિવારના ત્રણેય સભ્યોના મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.જ્યારે આપઘાત માટે મજબૂર કરનાર હજુ બે શખ્સો પોલીસ પકડથી દુર છે.


Related News

Advertisement
Advertisement
Advertisement