નવી દિલ્હી તા.26
ફુટ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા હવે સ્થાનિક સ્તરે બનતી મીઠાઈઓ અને નમકીન પર આરોગ્યપ્રદ કે બીનઆરોગ્યપ્રદ તેવા લેબલ લગાડવા પર નિયમનો પ્રારંભ કરતા જ તેનો જબરો વિરોધ ઈન્દોરથી શરુ થયો છે.
આ મીઠાઈઓમાં ખાંડ તથા મીઠાઈઓમાં ખાંડના ઉપયોગ અને નમકીનમાં મીઠાના ઉપયોગ અંગે એફએસએસઆઈ દ્વારા જે સ્ટાન્ડર્ડ નકકી કરવાના છે તેમાં મોટાભાગની મીઠાઈઓ આવતી નથી અને તેથી જ તેના પર અનહેલ્ધી એટલે કે બીનઆરોગ્યપ્રદ દર્શાવવા માટે ખાસ માર્કર કરવાનું રહેશે.
જે રીતે વેજ અને નોનવેજ માટે અલગ અલગ માર્કર છે તેવી જ રીતે હવે મીઠાઈ અને સોલ્ટ માટે પણ તેના નિયત સ્ટાન્ડર્ડ કરતા વધુ પ્રમાણમાં જો ખાંડ કે મીઠુ હોય તો તે દર્શાવવાનું રહેશે.
જેમાં પ્રતિ 100 ગ્રામ કે 100 મી.મી.ની માત્રામાં કેટલું સુગર અને સોલ્ટ છે તે પણ દર્શાવવાનું રહેશે. વિદેશમાં આ પ્રકારે નિયમન છે પરંતુ ભારતમાં જે રીતે મીઠા ઉદ્યોગ સ્થાનિક ઉદ્યોગ વધુ વ્યાપક છે તે જોતા તેના નિયમનો વિરોધ શરુ થયો છે.