નવી દિલ્હી તા.26
કેન્દ્ર સરકારની નોકરીમાં પ્રોબેશન પીરીયડને હળવાશથી ન લેવા ચેતવણી આપવામાં આવી છે અને દર્શાવાયુ છે કે જે વ્યક્તિ પ્રોબેશન પર નિયુક્ત થાય છે તેણે પોતાની કામગીરી ગંભીરતાથી કરવાની રહેશે અને તેના પર તેની કાયમી નોકરી અને કન્ફર્મેશનનો આધાર રહેશે.
ખાસ કરીને પ્રોબેશન દરમ્યાન ચાઈલ્ડ કેર લીવ જેવી બાબતો સિવાય અન્ય કોઈ રજાઓ કે તે પ્રકારે લાંબી રજા મંજુર કરાશે નહી. ઉપરાંત પ્રોબેશન પર રહેનાર કર્મચારીએ તેના કામગીરીનો રિપોર્ટ સતત ઉચ્ચ અધિકારીઓને આપવાનો રહેશે અને તેના પર જ તેના કન્ફર્મેશનનો આધાર રહેશે. અન્યથા પ્રોબેશન પીરીયડ પુરો થયા બાદ તેની નોકરી ખતમ કરી દેવામાં આવશે.