ટેકસટાઈલ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રકચર અને ફિલ્મ પ્રોડકશનના વ્યવસાય ચલાવનાર યુવા ઉદ્યોગપતિ મયુરધ્વજસિંહ જાડેજાનો જન્મ દિવસ

26 November 2022 04:26 PM
Rajkot Business Gujarat
  • ટેકસટાઈલ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રકચર અને ફિલ્મ પ્રોડકશનના વ્યવસાય ચલાવનાર યુવા ઉદ્યોગપતિ મયુરધ્વજસિંહ જાડેજાનો જન્મ દિવસ

► નાની ઉંમરે મોટી સિધ્ધી હાંસલ કરનાર

► રાજકોટ સહિત અમદાવાદ, નવી મુંબઈમાં લકઝુરિયસ રેસીડેન્સીયલ પ્રોજેકટ હાથ ધર્યા

► સૌ પ્રથમવાર એક માત્ર દાતારૂપે 85 દિકરીઓના સમુહલગ્ન કરી સામાજિક જવાબદારી નિભાવી

► 81 નિરાધાર બાળકોને પ્રધાનમંત્રી વિમા કવચમાં આવરી પ્રિમિયમની રકમ ભરતા જેએમજે ગ્રુપના ચેરપર્સન

► સીએનબીસી સૌરાષ્ટ્ર રત્ન યંગ ઈન્ટરપ્રેન્યિર ઓફ ધ યરનો એવોર્ડ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એનાયત થયો

રાજકોટ તા.26
રાજકોટ સૌરાષ્ટ્રનું ગૌરવ ધરાવતા અને છેલ્લા ઘણા વર્ષોથી રિયલ એસ્ટેટ, લોજીસ્ટીક, ઈમ્પોર્ટ- એકસપોર્ટ સહિતના અનેક સફળ વ્યવસાય ચલાવતા યુવા ઉદ્યોગપતિ મયુરધ્વજસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે. હરિફાઈના યુગમાં વ્યવસાય ટકાવી અને તેને અગ્રેસર કરવો ખુબ મુશ્કેલ કામ છે. આવા સમયે મયુરધ્વજસિંહ જાડેજાએ ન તો વ્યવસાયનું વિસ્તરણ કર્યું પરંતુ અન્ય વ્યવસાયમાં પણ હાથ અજમાવી સફળતા પણ મેળવી.

રાજકોટના જેએમજે ગ્રુપના સીએમડી મયુરધ્વજસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે. તેઓએ વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલ જેએમજે ગ્રુપ સફળતાના સર્વોચ્ચ શિખરો સર કર્યા છે. જેએમજે ગ્રુપ ઉચ્ચ ગુણવતા અને લઘુતમ કિંમત પર વિશ્વાસ રાખે છે. જેએમજે ગ્રુપ એ લોજીસ્ટિક અને ઈન્ડસ્ટ્રીયલ પાર્ક રહેણાક અને કોમર્શિયલ પ્રોજેકટ, હાઈવે અને હેવી સબસ્ટેશન પ્રોજેકટસ, જેએમજે પાવર કોર્પોરેશન એન્ડ ફિલ્મ ડેવલપમેન્ટ વગેરે સાથે સંકળાયેલ છે.

આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ રોકાણકારોને ઉચ્ચ કિંમતનું વળતર આપવું, ગુજરાતની અગ્રેસર કંપની જેએમજે પ્રોજેકટસ લિમીટેડ બની છે. જે પાવર બિઝનેસ સાથે જોડાયેલી છે. જેમ કે જનરેશન, ઈપીસી, ટ્રેડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની કે જેના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ખુબ મોટા પ્રોજેકટસ ચાલી રહ્યા છે. તેમાં હેવી સબસ્ટેશન, હાઈવે, રિયલ એસ્ટેટ, લોજિસ્ટિક અને ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, સ્પીનિંગ મીલ વગેરેનો સમાવેશ થાય છે.

2010માં જેએમજે ગ્રુપ પ્રોજેકટસની રાજકોટ અને સૌરાષ્ટ્રમાં રિયલ એસ્ટેટથી શરૂ થઈ હતી. આજે રાજયોના સિમાડા સુધી પહોંચી નામના મેળવી છે. રાજકોટ ઉપરાંત જામનગર, અમદાવાદ અને મુંબઈ ખાતે વિવિધ પ્રોજેકટસ પર કામ કર્યું છે. અને હાલ ચાલુ પણ છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે રાજકોટના અંબિકા ટાઉનશીપમાં અનેક પ્રોજેકટો હાથ ધરાયા છે.

જેમાં સૌથી સુંદર, શાંતિવન બંગલોઝ, શાંતિવન ફલેટસ, શાંતિવન પરિસર, શાંતિવન પરમ, શાંતિવન નિવાસ તેમજ રૈયા ખાતે સેફાયર એલીગન્સનું નિર્માણ પણ જેએમજે ગ્રુપે કર્યું છે. રાજકોટના રૈયા વિસ્તારમાં અત્યાધુનિક અને મોર્ડન એમીનિટીસ સાથે 2 અને 3 બીએચકે સાથેના સેફાયર એલિગન્સ ફલેટનો પ્રોજેકટ પણ હાલ ચાલી રહ્યો છે. નવા ઘરનું સપનું જે લોકોના સપનાને હકીકતમાં પુર્ણ કર્યું છે. આ ફલેટ અત્યંત સગવડતાઓ અને અદભૂત લોકેશન સાથે તૈયાર કરાય રહ્યા છે.

રેસિડન્સની સાથે જેએમજે ગ્રુપે લોજીસ્ટિક પાર્કનું નિર્માણ પણ કર્યું છે. જેએમજે ગ્રુપના સીએમડી મયુરધ્વજસિંહ જાડેજાનું કહેવું છે કે ટેકસટાઈલ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રકચર અને ફિલ્મ પ્રોડકશનમાં પણ ફોકસ કરી કંપનીનું વિસ્તરણ કરી રહ્યા છીએ. અમે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ અગ્રેસર રહી વિકાસ એ શ્રેષ્ઠતાની પ્રતિબધ્ધતા સાબીત કરી છે. અમે અમારા નૈતિક ધોરણોને વળગી ગુણવત્તા ટેકનોલોજીનો ઉપયોગ કરી ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા કટિબધ્ધ છીએ.

માત્ર રાજકોટ જ નહીં અમદાવાદ નવી મુંબઈમાં પણ વ્યવસાયનું સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમદાવાદ પાસે બાવળા હાઈવે પર ક્રિસ્ટલ લોજીસ્ટિક પાર્કમાં વેર હાઉસ, ઈન્ડસ્ટ્રીઝ માટે અતિ વિશાળ જગ્યામાં ભવ્યાતિભવ્ય લોજીસ્ટિક પાર્ક અમલમાં મુકાયો છે. જેમાં ટ્રક અને ઓફિસ પાર્કિંગ જગ્યા સાથે વેબ્રીજ, કોમર્શિયલ, કોમ્પલેકસ, સીસીટીવી, હાઈ કમ્પાઉન્ડ વોલ, સિકયોરીટી અને ફાયર પ્રોટેકશન સિસ્ટમની સુવિધાથી સજજ છે.

મહારાષ્ટ્ર સરકાર રિ-ડેવલોપમેન્ટ પ્રોજેકટને પ્રોત્સાહન આપી રહ્યું છે. જેને ધ્યાને લઈ મયુરધ્વજસિંહ જાડેજાએ પોતાની નૈતિક જવાબદારી સમજી નવી મુંબઈ કાતે 263 ફલેટનો પ્રોજેકટ હાથ પર લીધો હતો. જે હવે પૂર્ણ થવાના આરે છે. બીજી તરફ તેઓએ બાંદ્રામાં 3 નવા પ્રોજેકટ નજીકમાં શરૂ કરશે. અલ્ટ્રા લકઝરીયસ બુટીક ફલેટ હશે. આવી જ રીતે અમદાવાદમાં પણ રિ-ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત બે બિલ્ડીંગનું નિર્માણ કરશે. જેમાં 44 ફલેટનો સમાવેશ થાય છે.

નવી મુંબઈના પનવેલ ખાતે સનસિટી રેસીડેન્સીયલ પ્રોજેકટ અમલમાં છે. જેમાં બે રેસીડેન્સી ટાવર્સ 4 વિન્ગ અને ગ્રાઉન્ડ ફલોર અને 7 માળ 263 યુનિટસનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. 29થી વધુ એમીનિટીસ સાથે નાનુ ટાઉનશીપ બનશે. આ પ્રોજેકટને સોલાર એનર્જી પાવરથી આવરી લેવામાં આવશે અને ગ્રીન બિલ્ડીંગ ઉભું કરાશે. રહેવાસીઓને વિજળીના ખર્ચથી રાહત મળશે. આથી આ પ્રોજેકટનું નામ સન સિટી અપાયું છે.

મહારાષ્ટ્રમાં સોલાર પાવર પ્રોજેકટસમાં મોટુ યોગદાન છે. ભિવંડીમાં 12.5 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ લગાવાયો છે. જેથી સિપ્લા અને તેના જેવી મલ્ટિનેશનલ કંપનીઓને વિજળી જેએમજે પાવર કોર્પોરેશન પૂરી પાડે છે. વધુમાં જેએમજે ગ્રુપે ગુજરાતભરમાં 66 કેવીથી લઈ 400 કેવી સુધીના 12 સબ સ્ટેશનનું નિર્માણ પણ કર્યું છે.

આગામી સમયમાં જેએમજે ગ્રુપ દ્વારા મહારાષ્ટ્ર એમપી અને તામીલનાડુમાં પણ સોલાર પ્રોજેકટનું વિસ્તરણ કરશે. વર્ષ 2013માં જેએમજે ગ્રુપ ફિલ્મ પ્રોડકશનમાં ઝંપલાવી જેનું નામ જેએમજે મોશન પીકચર્સ રખાયું છે. આ બેનર હેઠળ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ આપણે તો ધીરજભાઈનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત મરાઠી ફિલ્મોમાં પણ યોગદાન આપ્યું છે. અનેક ડોકયુમેન્ટરી અને એડ ફિલ્મો પણ બનાવી છે. જેએમજે ગ્રુપ દ્વારા રાજકોટની ભાવનગર રોડ પર વર્ષ 2014થી સ્પીનિંગ મીલ પણ કાર્યરત છે.

ઈમ્પોર્ટ-એકસપોર્ટના વ્યવસાય સાથે પણ સંકળાયેલા તેઓ પેપરવેસ્ટમાં ભારતમાં સાતમાં નંબરના ઈમ્પોર્ટર છે. માત્ર વ્યવસાયીક જ નહીં પરંતુ સામાજીક જવાબદારીઓ પણ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. પ્રથમવાર એક દાતા રૂપે 85 દિકરીઓના સમુહ લગ્ન કરાવ્યા હતા. જરૂરીયાતમંદ અને હોશિયાર વિદ્યાર્થીઓની ફિ માફી કરાવા સમાજ પ્રત્યે પોતાનું ઉતરદાયીત્વ નિભાવ્યું હતું.

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પાંચ દિકરીઓના શિક્ષણ ખર્ચ ઉઠાવવાનું ભગીરથ કાર્ય તેઓએ તેમની પુત્રીના પ્રથમ જન્મ દિવસે કરવાનો નિર્ધાર કર્યો હતો. બીજી તરફ 81 નિરાધાર બાળકોને પ્રધાનમંત્રી વિમા કવચમાં આવરી લઈ તેની પ્રિમિયમની રકમ ભરવાની જવાબદારી ઉઠાવી છે.

નાની વયે મયુરધ્વજસિંહ જાડેજાએ મોટી સિધ્ધીઓ હાંસલ કરી છે. 2017માં ઉદ્યોગ સાહસ રત્નોને સન્માનીત કરાયા હતા તેમાં યુવા ઉદ્યોગપતિ તરીકે સીએનબીસી સૌરાષ્ટ્ર રત્ન યંગ ઈન્ટરપ્રિન્યિર ઓફ ધ યરના એવોર્ડ રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એનાયત થયો હતો. આજે તેમના જન્મ દિને અનેક શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement