નવી દિલ્હી,તા.26
મુડી બજાર નિયામક સેબીએ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ધારકોને મોટી રાહત આપી છે. હવે જો યુનિટ ધારકોને નિશ્ર્ચિત સમયગાળામાં યુનિટ વેચવાથી મળતી રકમ અને લાભાંશ નથી મળતા તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અને કંપનીઓએ 15 ટકા પ્રતિ વર્ષના દરે ત્યાંજ ચુકવવું પડશે. આ સિવાય સેબીએ આ રકમના પેમેન્ટ માટે સમયસીમા પણ ઘટાડી દીધી છે.
આપવો પડશે રિપોર્ટ
સેબીએ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પર સકંજો કસતા નિયમોમાં સંશોધન કર્યુ છે અને તેની સુચના પણ ઇસ્યુ કરાઇ છે. નવા નિયમો મુજબ વ્યાજનું ચુકવણું સંપત્તિ પ્રબંધન કંપનીઓ કરશે અને ચુકવણાનું વિવરણ અનુપાલન રિપોર્ટ અંતર્ગત સેબીને આપવો પડશે.
યાદી પ્રકાશિત થશે
આ સાથે જ ડિવીડન્ડના ચુકવણાના મોજુદ 15 દિવસના કામકાજના દિવસને ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યા છે. જયારે યુનિટ વેચવાથી મળેલી રકમના ટ્રાન્સફર માટે સમયસીમા મોજુદ 10 કામ કાજના દિવસો ઘટાડીને ત્રણ દિવસ કરાયા છે.
સેબી સાથે વિચાર વિમર્શ કરીને ઉદ્યોગ સંગઠન એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઇન ઇન્ડિયાએ અપવાદ પરિસ્થિતિઓની યાદી પ્રકાશિત કરશે. જેના કારણે તે રોકાણકારોને નિર્ધારિત સમયસીમામાં પાકેલી રકમ આપવામાં અસમર્થ હશે.