મોરબીમાં 1 ડીસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ નિમિતે યોજાનાર જનજાગૃતિ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં જોડાવા અપીલ

26 November 2022 05:14 PM
Morbi
  • મોરબીમાં 1 ડીસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ નિમિતે યોજાનાર જનજાગૃતિ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં જોડાવા અપીલ

રાજકોટ,તા.26 : તા.1-12 વિશ્વ એઈડ્સ દિવસને અનુસંધાને એઈડ્સથી બચવા માટે પ્રચારનો કરો સંકલ્પ - આ બીમારી સામે લડવાનો છે એક જ વિકલ્પ સમાજમાં એઈડ્સ સામે જાગૃતિ લાવવાનો એક પ્રયાસ એટલે કે જન જાગૃતિથી નવજીવન આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરેલ છે.જેમાં કેટેગરી મુજબ પ્રશ્નોનો જવાબ વિડીયો બનાવીને છેલ્લી તા.1-12 રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ એમ.ભટ્ટ (મો.98249 12230) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) પૈકી એક નંબર ઉપર મોકલવૈનો રહેશે.કેટેગરી-1 ધો.1.2.3.4 માટે રોગ પ્રતિકારક શકિત વધારવા શું શું કરવું જોઈએ?, કેટેગરી-2 ધો.5.6.7.8 માટે રોગ પ્રતિકારક શકિત જાળવવા માટે શું કરવું જોઈએ ? કેટેગરી-3 ધો-9.10.11.12 માટે અસાધ્ય -કષ્ટસાધ્ય રોગો માં દર્દી અને પરિવારની દશા અને વ્યથા જણાવો. કેટેગરી-4 કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ માટે સારવારથી વધુ સારી છે કાળજી એ પણ ત્યારે કે જ્યારે બીમારી અસાધ્ય હોય સમજાવતા વિડીઓ બતાવવાના રહેશે.


Advertisement
Advertisement
Advertisement