તાજેતરમાં 23માં વિદ્યાર્થી સન્માન અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ આ આયોજન વિશ્ર્વકર્મા કેળવણી મંડળના પટાંગણમાં કરવામાં આવેલ. કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે વિદ્યાર્થીઓના ઇનામના સ્પોન્સર ગજ્જર ઓકયુલરવાળા પ્રવિણભાઇ જમનાદાસ ભારદીયા ઉપસ્થિત રહેલ તેમની સાથે મંચ પર જ્ઞાતિના શ્રેષ્ઠી દાનવીર અને જાણીતા ઉદ્યોગપતિ અમુભાઇ ખીમજી ભારદીયા ઉપરાંત નટુભાઇ ભારદીયા, અશોકભાઇ વલ્લભભાઇ અને કમલેશભાઇ ભારદીયા બિરાજમાન હતા.