રાજકોટ,તા.26 : રાજમાહી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ 23/5/2022 થી કાર્યરત છે આ સંસ્થા માં દર બુધવારે ઝૂંપડપટ્ટી માં રહેલ આસરે 300 છોકરાઓને નાસ્તો કરાવવામાં આવે છે અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની પ્રદાન કરી અનોખો સેવાનો યજ્ઞ ચલાવે છે આ સંસ્થાના આગામી કાર્ય વિધવા બહેનો માટે સિલાઈ મશીન સિલાઈ મશીન ના ક્લાસીસ બાળકોને અભ્યાસની કીટ ગરીબી રેખા નીચે રહેતા લોકો ને રાશન કીટ જેવા અને કાર્યો કરવાનો છે. આ સેવા મા મૂકેશ માહી,વિશાલ રાજગોર, હિરેન સોલંકી, આશીષ ભાઈ, નિતીન પરઘી, ગોવિંદ રાવલ, અલ્પેશ રાજગોર, લક્ષ્મી નારાયણ, સાહિલ મકવાણા જોડાયા છે.