નવી દિલ્હી,તા.26
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે જણાવ્યું હતું કે, તેઓ અદાલતી કાર્યવાહીની નાની કિલપને જોઇ,જેને કોઇ સંદર્ભ વિના કાઢવામાં આવી છે અને સોશ્યિલ મીડીયા પ્લેટફોર્મ પર પ્રસરિત કરવામાં આવી રહી છે. અમે આ અગાઉ તપાસ કરાવશું.
સીજેઆઇએ જણાવ્યું હતું. કે અમારે ન્યાયપાલિકાની પવિત્રતા જાળવી રાખવાની છે. તેમણે જણાવ્યું હતું કે, અદાલતી કાર્યવાહીની લાઇવ સ્ટ્રીમીંગનો કોપીરાઇટ સુપ્રીમ કોર્ટ પાસે છે.
અદાલત ઉચ્ચ ન્યાયલયોમાં લાઇવ સ્ટ્રીમીંગની પ્રક્રિયાથી ઉચિત કાર્યાન્વયનની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના રજિસ્ટ્રારને વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહ દ્વારા વીડીયો કોન્ફરન્સની સુનાવણીની લિંકને વાદ સુચિમાં સામેલ કરવાના સુચનની તપાસ કરવાનું જણાવયું ઇન્દિરા જયસિંહે પીઠને જણાવ્યું હતું કે, તેના જૂનિયરે કોઇપણ સંદર્ભ વિના ઇન્સ્ટાગ્રામ પર નાની કલીપ નાખી હતી. તેમણે અદાલતને આગ્રહ કર્યો હતો કે, કોપીરાઇટ નિયમો અને સોશ્યિલ મીડીયા પર દેખરેખની જરૂર છે.