વિધાનસભા-70માં મહિલા સંમેલનના પણ સાનુકુળ પડઘા: બહેનોએ રમેશભાઈ ટીલાળાની જીત નિશ્ર્ચિત કરી લીધી રાજયસભાના સાંસદ અને બ્રહ્મ અગ્રણી શ્રી રામભાઈ મોકરીયાએ આજે એક પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભામાં બ્રહ્મસમાજ ભાજપની સાથે છે તેવું જણાવીને ઉમેર્યું હતું કે સમગ્ર રાજયમાં બ્રહ્મસમાજ દ્વારા ભાજપને મત આપવા માટે પ્રતિબદ્ધતા છે અને રાજયભરમાં બ્રહ્મસમાજ દ્વારા ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા માટે પરિશ્રમની પરાકાષ્ટા સર્જવા નિર્ણય લેવાયો છે. આ પત્રકાર પરિષદમાં બ્રહ્મ અગ્રણી શ્રી જીતુભાઈ મહેતા અને હરેશ જોષી હાજર રહ્યા હતા.