સીટી બસ એજન્સીને વધુ 1.60 લાખનો દંડ : 15 કંડકટરને બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

26 November 2022 05:28 PM
Rajkot
  • સીટી બસ એજન્સીને વધુ 1.60 લાખનો દંડ : 15 કંડકટરને બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

► મનપાની રાજકોટ રાજપથ કંપની દ્વારા ડ્રાઇવર સહિતના સ્ટાફને જરૂરી ટ્રેનિંગ આપવાનું ચાલુ રખાયું છે.

રાજકોટ, તા.26 : મ્યુનિ. કોર્પોરેશનની સીટી અને બીઆરટીએસ બસ સેવામાં ચેકીંગ ચાલુ રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં સીટી બસ ઓપરેટરને વધુ 1.60 લાખનો દંડ કરી 15 કંડકટરને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ રાજપથ કંપનીએ આપેલી માહિતી મુજબ બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને ક્ષતિ બદલ 4575 કિ.મી. એટલે કે રૂા. 1.60 લાખનો દંડ કરાયો છે તો ફેર કલેકશન એજન્સી અલ્ટ્રા મોર્ડનને રૂા. 9900ની પેનલ્ટી કરાઇ છે.

► અઠવાડિયામાં બસ સેવાનો લાભ લેતા પોણા ત્રણ લાખ મુસાફરો : ટીકીટ વગરના 11 ઝડપાયા

અનિયમિતતા બદલ 14 કંડકટરને હંગામી અને એકને કાયમી ધોરણે સસ્પેન્ડ કરાયેલ છે. 10 મુસાફર ટીકીટ વગરના પકડાતા રૂા. 1100નો દંડ કરાયો હતો. 115 સીટી બસમાં તા.14થી તા.20-11 સુધીમાં 1.85 લાખ મુસાફરો બેઠા હતા. તો 150 ફુટ રોડ પર દોડતી 18 બીઆરટીએસ ઇલે.બસમાં 1.84 લાખ લોકોએ મુસાફરી કરી હતી. બીઆરટીએસમાં રાજ સિકયુરીટી સર્વિસને રૂા.900ની પેનલ્ટી કરાઇ હતી. તો ડ્રાઇવરો અને કંડકટરોને પરિવહન દરમ્યાન તકેદારી અંગે માહિતગાર કરવા આજી ડેપો ખાતે ટ્રેનિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement