આસારામ દુષ્કર્મ કેસનો સાક્ષીનો હત્યારો હરીદ્વારમાંથી ઝડપાયો

26 November 2022 05:34 PM
Ahmedabad Gujarat
  • આસારામ દુષ્કર્મ કેસનો સાક્ષીનો હત્યારો હરીદ્વારમાંથી ઝડપાયો

વર્ષ 2015 થી હત્યા2ો ફરાર હતો : ગુજરાત એટીએસને મળી સફળતા

અમદાવાદ તા.26 : આસારામ દુષ્કર્મ કેસમાં વિરુધ્ધમાં નિવેદન આપનાર આસારામના રસોઈયા અખિલ ગુપ્તાની હત્યા થઈ હતી, અખિલની હત્યાર કરનાર આ2ોપી પ્રવિણ વોન્ટેડ હતો જેને ગુજરાત એટીએસે હિ2દ્વા2માંથી પકડી પાડયો છે. આ અંગેની વિગત મુજબ આસારામ સામે દુષ્કર્મના કેસમાં આસારામના 2સોયા અખિલ ગુપ્તાની વર્ષ 2015માં ગોળી મા2ી હત્યા કરાઈ હતી. હત્યાનો આરોપી પ્રવિણ વર્ષ 2015થી ફરાર હતો. જેને ગુજરાત એટીએસે 7 વર્ષે હરીદ્વારથી પકડી પાડયો છે. પ્રવિણ હરીદ્વારમાં દાઢી-વાળ વધારીને સાધુના વેશમાં રહેતો હતો, જેથી તેને કોઈ ઓળખી ન શકે. તેણે નામ પણ બદલાવી નાખ્યુ હતું. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement