સરપંચોને રૂ.31 લાખની ઓફર કરનાર રાજેશ સખીયા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ

28 November 2022 09:52 AM
Rajkot Elections 2022 Politics
  • સરપંચોને રૂ.31 લાખની ઓફર કરનાર રાજેશ સખીયા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ

► ગોંડલ વિધાનસભા વિસ્તારના 79 ગામોમાંથી જે ગામમાં કોંગ્રેસને 80 ટકાથી વધુ લીડ મળે તે ગામના સરપંચને રૂ.31 લાખની રોકડ આપવા ફેસબુક લાઈવ થઈ જાહેરાત કરી હતી

► ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વિભાગીય નોડલ ઓફિસર અશ્વિન વ્યાસની ફરિયાદ પરથી પોલીસે નાગડકાના રાજેશ લાલજી સખીયા વિરુદ્ધ ગુનો દાખ લ કર્યો

રાજકોટ, તા.28
ચૂંટણી જંગ માટે સૌરાષ્ટ્રમાં હાઈ વોલ્ટેજ સીટ ગણાતી ગોંડલ બેઠક પર રાજકીય ઘમાસાણ યથાવત છે. એક બાદ એક વીડિયો સામે આવે રહ્યા છે ત્યારે સરપંચોને રૂ.31 લાખની ઓફર કરનાર રાજેશ સખીયા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ થઈ છે. ગોંડલ વિધાનસભા વિસ્તારના 79 ગામોમાંથી જે ગામમાં કોંગ્રેસને 80 ટકાથી વધુ લીડ મળે તે ગામના સરપંચને રૂ.31 લાખની રોકડ આપવા ફેસબુક લાઈવ થઈ જાહેરાત કરી હતી. ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વિભાગીય નોડલ ઓફિસર અશ્વિન વ્યાસની ફરિયાદ પરથી પોલીસે નાગડકાના રાજેશ લાલજી સખીયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદમાં ગોંડલ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી અધિકારીએ વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ શહેરમાં તેમની આચારસંહિતા નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરી છે.

રાજેશભાઈ લાલજીભાઇ સખીયા આચાર સહીતા ભંગનો સોશીયલ મીડી યામા વીડીયો વાયરેલ કરેલ હોય જેથી રાજેશભાઇ લાલજીભાઇ સખીયા વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ - 1951ના કાયદાની કલમ 123 (1), આઇપીસી કલમ 171 (બી ), 131 (ઇ) મુજબ ફરીયાદ કરી છે. તેઓના જણાવ્યા મુજબ આ મામલે મામલતદાર દ્વારા તપાસ કરાઈ હતી.

અપાયેલા પુરાવા અને વાઈરલ કરેલ વીડિયોની સીડી જોતા રાજેશ સખીયાએ ગોંડલ 73 - વિધાનસભામાં ગોંડલ તાલુકાના કોઇ પણ ગામના સરપંચ કે આગેવાન કોંગ્રેસ પક્ષને વધુ લીડ આપશે તેને 31,00,000 રૂપીયા આપીશ તેવું જણાવેલ તેમજ આનુસંગીક કાગળો વંચાણે લેતા આ રાજેશ સખીયા (રહે.નાગડકા, તા. ગોંડલ)એ પોતાના નિવેદનમાં આ વીડીયો પોતે વાયરેલ કરેલનું જણાવેલ છે.

તે અહેવાલ મુજબ આચારસંહિતા ભંગ કરેલ હોય કાયદેસર કાર્યવાહી કરાઈ છે. તપાસમાં ખુલ્યું હતું કે, રાજેશ સખીયાએ ગોંડલના વછેરાના વાડા પાસે કૈલાસ કોમ્પલેક્ષ સામે આવેલ વિક્રમસિંહ કોમ્પલેક્ષની ઓફિસમાં આ વીડિયો ઉતાર્યો અને વાઈરલ કર્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement