2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150 બેઠકોના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યો હતો પરંતુ નર્વસ નાઈન્ટીનનો ભોગ બન્યો અને પ્રથમ વખત 100 બેઠકો પણ મેળવી ન શક્યો તે પછી પક્ષે બોધપાઠ લીધો છે અને હવે પક્ષે જે રીતે ગુમાવી શકાય તેવી બેઠકોમાં ઉમેદવારોની પસંદગી કરી છે તેમાં પક્ષના તમામ માપદંડોને પણ એકબાજુ મુકાયા છે.
તે દર્શાવે છે કે પક્ષે એક તરફ પાટીદારો સાથે શક્ય તેટલું સમાધાન કરવા પ્રયત્ન કર્યો અને હાર્દિક પટેલથી લઇ રમેશ ટીલાળા સુધીનાને ટીકીટ આપી અને લેઉવા તથા કડવા પટેલ સમુદાયને ખુશ કરવાની કોશિષ કરી. મોરબીમાં ભાજપે જેને સક્ષમ ગણ્યા હતા તે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાને પડતા મુક્યા અને કાંતિભાઈ અમૃતિયાને મોરબી પુલ દુર્ઘટનાનો રોષ ઠારવા ટીકીટ આપી હતી.
અગાઉ ભાજપના રાષ્ટ્રીય નેતા અમિત શાહે જ કહ્યું હતું કે જીતી શકે તેવા ઉમેદવાર એક જ માપદંડ છે અને તે પૂરેપૂરો અને કદાચ વધુ અમલમાં મુકી રહી છે. પક્ષના ચૂંટણી પ્રચારમાં જ પૂર્વ મુખ્યમઁત્રી વિજય રુપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ તમામ સેકન્ડ લાઇનમાં પહોંચી ગયા છે.
તો પક્ષે તેની સાથે કેટલીક એવી ટીકીટો પણ આપવી પડી કે જે તેના માટે નિર્ણય કાર્યકર્તાઓને દબંગ બનવાની પ્રેરણા હતો. જેમાં કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને પણ ટીકીટ આપીને સ્થાનિક સ્તરે અસંતોષ છતા પણ જીતની ચિંતા કરી. 2017 બાદ કોંગ્રેસના 20 ધારાસભ્યો ભાજપમાં જોડાયા તેમાં બહુ ઓછા એવા છે કે જેણે પક્ષે ટીકીટ આપી નથી.