લખનૌ તા.28 : મદ્રેસાઓમાં ધો.1થી8ના બાળકોને નવા શૈક્ષણિક સત્રથી શિષ્યવૃતિ બંધ કરવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે. ગત વર્ષે ઉતરપ્રદેશમાં મદ્રેસાના છ લાખ બાળકોને શિષ્યવૃતિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કહ્યું કે શિક્ષણ અધિકાર કાયદા હેઠળ ધો.1થી8નું શિક્ષણ મફત છે ત્યારે શિષ્યવૃતિ આપવાની કોઈ જરૂર રહેતી નથી.
હવે માત્ર ધો.9 તથા 10ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે મદ્રેસાઓમાં ધો.1થી8ના વિદ્યાર્થીઓને સરકારી સ્કુલોની જેમ મધ્યાહન ભોજન, યુનિફોર્મ, પુસ્તકો મફત આપવામાં આવે છે. સરકારનુ કહેવુ છે કે શિક્ષણ અધિકાર કાયદા હેઠળ શિક્ષણ જ મફત હોય ત્યારે સ્કોલરશીપની જરૂર રહેતી નથી. ઉતરપ્રદેશમાં સ્કોલરશીપ માટે 15મી નવેમ્બર સુધીમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજીઓ માંગવામાં આવી હતી જે પ્રક્રિયા રોકી દેવામાં આવી છે અને હવે માત્ર ધો.9 તથા 10ના વિદ્યાર્થીની જ અરજી લેવામાં આવી છે.