વિરમગામમાંથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલના મત વિસ્તારમાં પ્રવાસ કરવા માટે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ વિરમગામ ગયા હતા અને ત્યાં પણ બુલડોઝર કલ્ચરના દર્શન થયા. અને યોગીના રોડ-શો તેમજ ચૂંટણી સમયે બુલડોઝર જોવા મળ્યા હતા.
હાર્દિક પટેલે બાદમાં કહ્યું કે યુવાનો બુલડોઝર લઇને આવવા માટે આતુર હતા અને મેં તેમને કહ્યું કે કોઇ વાંધો નથી. બુલડોઝરથી આ મત વિસ્તાર વધુ સુંદર દેખાશે. એક તબક્કે તે પણ બુલડોઝર પર ચડી ગયો હતો અને પ્રચારમાં જોડાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે ઉતરપ્રદેશની ચૂંટણીમાં હાર્દિક પટેલ કોંગ્રેસના નેતા તરીકે પ્રચાર કર્યો હતો અને યોગીની આકરી ટીકા પણ કરી હતી. હવે તે બુલડોઝરનો પ્રશંસક થઇ ગયો છે.