(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.28 : મોરબીના ઘૂટું ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા પાસેથી બાળકનું કોઈ અજાણ્ય શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે તેવી ફરિયાદ ભોગ બનેલા બાળકના ફૈબાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને બાળકને શોધવા માટે થઈને કવાયત શરૂૂ કરેલ હતી અને ગુમ થયેલ બાળક મધ્યપ્રદેશના ઈન્દોરમાં તેના દાદા દાદી પાસે પહોચી ગયો હોવાનું સામે આવ્યું છે
જેથી કરીને મોરબી તાલુકા પોલીસની ટીમ હાલમાં તે બાળકને લેવા માટે રવાના થયેલ છેમૂળ જીવાપર ગામના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા લીલાબેન પિયુષભાઈ કાલરીયા જાતે પટેલ (29)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી
કે ગત તા. 23/11 ના બપોરના બે વાગ્યાના અરસામાં ઘુટુ ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાએ તેનો ભત્રીજો મુકેશ (13) ગયો હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સે તેનું અપહરણ કરેલ છે અને આ બાળકનો તા 25 ના સાંજના 7 વાગ્યા સુધી કોઈ જગ્યાએથી ન લાગતાં બાળકના અપહરણની ફરિયાદ ગુમ થયેલા બાળકના ફૈબા લીલાબેન પિયુષભાઈ કાલરીયાએ નોંધાવી હતી
જેના આધારે પોલીસે ગુનો નોંધીને બાળકને શોધવા માટે તજવીજ શરૂૂ કરી હતી અને હાલમાં આ બાળક મધ્યપ્રદેશના ઈન્દોરમાં તેના દાદા દાદી પાસે પહોચી ગયો હોવાનું તેના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. વાળા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, બાળક તેના દાદા દાદી પાસે મધ્યપ્રદેશના ઈન્દોરમાં હેમખેમ પહોચી ગયો છે જેથી કરીને તે બાળકને લેવા માટે મોરબી તાલુકા પોલીસની ટીમ હાલમાં મોરબીથી લેવા માટે રવાના થયેલ છે