હૈદરાબાદ : તેલંગાણાના વારંગલમાં 8 વર્ષના છોકરાનું ચોકલેટ ખાવાથી મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર વારંગલના રહેવાસી કનઘાન સિંહ વિદેશથી તેમના પુત્ર માટે ચોકલેટ લાવ્યો હતો. જ્યારે 8 વર્ષના સંદીપે ચોકલેટ ખાધી ત્યારે તે તેના ગળામાં ફસાઈ ગઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેણે જીવ ગુમાવ્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, બીજા ધોરણનો વિદ્યાર્થી સંદીપ શનિવારે ઘરેથી ચોકલેટ લઈને શાળાએ ગયો હતો. ચોકલેટ ખાધા પછી, તે હાંફવા લાગ્યો અને શ્વાસ લેવામાં તકલીફ પડી. શિક્ષકે આ અંગે શાળા તંત્રને જાણ કરી હતી. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. મૃત્યુનું કારણ શ્વાસ રૂંધાવાને ડોક્ટરોએ જણાવ્યું છે.
આવી જ ઘટના 4 મહિના પહેલા બેંગલુરુમાં બની હતી
કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક 6 વર્ષની બાળકીનું પણ ગળામાં ચોકલેટ ફસાઈ જવાથી મોત થયું હતું. સમનવી પૂજારી તેના ઘરની બહાર સ્કૂલ બસમાં ચઢવા જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. સાનવી શાળાએ જવા તૈયાર ન હતી. માતા સુપ્રિતા પૂજારીએ સાનવીને મનાવવા માટે ચોકલેટ આપી હતી.
એટલામાં સ્કૂલ વાન આવી. જેને જોઈને સાનવીએ રેપર સાથે ચોકલેટ ખાધી. ગૂંગળામણને કારણે તે બસના દરવાજા પાસે બેભાન થઈને પડી ગઈ હતી અને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં તેનું મોત થઈ ગયું હતું